રાજુલા શહેરમાં જય માતાજી યુવક ગ્રુપ દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક પાસ સાથે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એસપી સંજય ખરાતે માતાજીની આરતી ઉતારી આરાધના કરી હતી. પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા આયોજન બદલ તેમણે આયોજક ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડીવાયએસપી નયના ગોરડિયા, પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ, મામલતદાર હરેશ પુરોહિત, રાજુલા પીઆઈ વિજય કોલાદ્રા સહિત પોલીસ, કોસ્ટગાર્ડ અને વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની આરતી બાદ ગ્રુપ દ્વારા તમામ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.