રાજુલામાં એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ અને કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થિની બહેનો માટે મહિલા જાગૃતિ, બેટી બચાઓ બેટી પઢાઓ શીર્ષક અંતર્ગત અને પોક્સો વિષયક વિવિધ એક્ટ વિષય ની તલસ્પર્શી જાણકારી આપવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમરેલી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષભાઈ કણઝરીયા, જી. એચ. સી. એલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ અધિકારી હનીફભાઈ કાલવાતર, કોલેજના કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તથા સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા કેમ્પસ ડાયરેકટર ડો. જીગ્નેશભાઈ વાજા તથા શી ટીમના રાજુલા વિંગના નીરૂબેન બાંભણિયા, આરતીબેન હીમાસીયા, દિવ્યાબેન ગોસ્વામી, જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર હસમુખભાઈ રાઠોડ તથા સભ્ય ભાવસિંહજીભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.કોલેજના પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમની આભાર વિધિ હસમુખભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.








































