રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આટ્‌ર્સ તથા કોમર્સ કોલેજ, રાજુલા ખાતે જી.એસ. અને સી.આર.ની ચૂંટણી લોકશાહી ઢબે યોજાઈ હતી. ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પ્રચાર કર્યા બાદ નિયમો અનુસાર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ ગુપ્ત મતદાન પદ્ધતિથી પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરી હતી. મતગણતરી બાદ કોમર્સ વિભાગમાંથી જાનવીબેન જગડા અને આટ્‌ર્સ વિભાગમાંથી આરતીબેન વાઘ જી.એસ. તરીકે ચૂંટાયા હતા. વિવિધ વર્ગોના સી.આર. તરીકે અન્ય વિદ્યાર્થીનીઓ પણ બહુમતીથી વિજેતા બની હતી. વિજેતાઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. કોલેજના હોદ્દેદારો અને પ્રાધ્યાપકોએ સમગ્ર પ્રક્રિયાને બિરદાવી હતી. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી વ્યવસ્થા અને નેતૃત્વ ગુણોનો વિકાસ કરવાનો હતો.