રાજુલા તાલુકાના બર્બટાણા ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી હતી. માતાએ ટીવી જોવા જેવી સામાન્ય બાબતે ઠપકો આપતા, પુત્રીને મનમાં લાગી આવ્યું હતું અને તેણે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે શિવાભાઇ મનુભાઇ પરમાર (ઉ.વ.૪૦) એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી દયાબેન શીવાભાઇ પરમાર (ઉ.વ.૧૭) વધુ પડતું ટીવી જોતી હતી. આ બાબતે તેની માતાએ તેને ટોકી હતી અને વધુ સમય ટીવી જોવાની ના પાડી હતી. માતાના આ સામાન્ય ઠપકાથી પુત્રીને અત્યંત માઠું લાગી આવ્યું હતું. આ મામલે આવેશમાં આવી જઈને પુત્રીએ ઘરના રૂમમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને આ બાબતની જાણ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર બર્બટાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિજુભાઇ કુંભાભાઇ ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે. બગસરા વાડી વિસ્તારમાં એક સગીરાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડવામાં આવી હતી.










































