અમરેલી શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને માર્ગ સુરક્ષા જાળવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ વાહન ઊભું રાખવા બદલ વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. બે વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને રસ્તા પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓને ભારે અડચણ થાય તે રીતે તેનું વાહન ઉભું રાખ્યું હતું. ટ્રાફિક પ્રવાહ અવરોધતા આ વાહનને કારણે રોડ પર જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ બાબત પોલીસના ધ્યાને આવતા, જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવા બદલ સંબંધિત કલમો હેઠળ વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા વાહન ચાલકોને તેઓ પોતાના વાહનો નિયત ર્પાકિંગમાં જ રાખે અને જાહેર જનતાને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખે તેવી અપીલ કરવામાં આવી હતી.









































