અમરેલી જિલ્લામાં રઘુવંશી સમાજના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા રોજગારી, સહિત વિવિધ સેવાકિય
પ્રવૃત્તિઓ દ્વારા સમાજહિતના કાર્યો કરતી અમરેલી રઘુવીર સેના દ્વારા તાજેતરમાં સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે જવાબદારી પ્રાપ્ત કરનાર ચલાલા રઘુવંશી સમાજના મહિલા અગ્રણી અને ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન પ્રકાશભાઈ કારીયાને અમરેલી રઘુવીર સેના દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી, અમરેલી જિલ્લા રઘુવીર સેનાના ઉપપ્રમુખ, વરિષ્ઠ પત્રકાર તેમજ શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન પ્રકાશભાઈ કારીયાનાં પત્ની ગીતાબેનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.








































