અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીનું
અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળી લિમિટેડ દ્વારા નિર્મિત નવનિર્મિત ‘સારસ્વત ભવન’ના લોકાર્પણ સમારોહ તેમજ મંડળીની ૯૮મી વાર્ષિક સાધારણ સભા તા.૨૦ સપ્ટેમ્બર, રવિવારના રોજ હર્ષોલ્લાસ અને ભવ્યતા સાથે યોજાઈ હતી. કાર્યક્રમમાં ૧૬૦૦થી વધુ શિક્ષક સભાસદોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
સમારોહના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકારના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ‘સારસ્વત ભવન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે કૌશિકભાઈ વેકરિયાએ મંડળીના નમૂનેદાર અને પારદર્શક વહીવટની પ્રશંસા કરી પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, ઉપપ્રમુખ પ્રતાપભાઈ બસિયા તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાધારણ સભાના પ્રથમ સત્રની અધ્યક્ષતા પ્રમુખ ધીરુભાઈ કોટડીયાએ કરી હતી. સ્વાગત પ્રવચનમાં તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મંડળીમાં કરવામાં આવેલા વિવિધ સુધારા તથા પારદર્શક વહીવટી પ્રક્રિયાઓની માહિતી આપી હતી. મંડળીના વિકાસકાર્યો અને સક્ષમ નેતૃત્વને સભાસદોએ કરતાલ ધ્વનિથી વધાવી લીધું હતું.કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થઈ રહેલા ૫૧ શિક્ષક સભાસદ ભાઈઓ-બહેનોનું
કિંમતી ભેટ આપી ભાવભીનું સન્માન કરી વિદાયમાન કરવામાં આવ્યું હતું. ભોજનના સૌજન્યદાતા તરીકે નીલકંઠ જ્વેલર્સના કેતનભાઈ ધોળકિયાએ સેવા આપી હતી. સમારોહમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, સંજયભાઈ તારપરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીર બાપુ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણી, કનુભાઈ કરકર, ભીખુભાઈ ધોરાજિયા, ઉદયભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો અને વિવિધ તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શિક્ષક સંગઠનોના જિલ્લા પ્રમુખો અને મંત્રીઓ રજનીભાઇ મકવાણા, રસિકભાઈ મહેતા, પ્રવીણભાઈ કસવાળા, ભરતભાઈ બાવીશી, જે.પી. ભાસ્કર, મુકુંદભાઈ મહેતા, પરેશભાઈ રાઠોડ અને તુલસીભાઇ મકવાણા સહિતના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભરતભાઈ બાવીશી, સંજયભાઈ વસાણી હરેશભાઇ રૂપાલા અને ભાવેશભાઈ આખજાએ કર્યુ હતુ. કારોબારી સભ્યો હિતેષભાઇ સોરઠીયા,રસિકભાઈ મહેતા, ગિરિરાજભાઈ આસોદરિયા, મનસુખભાઇ વસ્તાણી, દિનેશભાઇ રાખોલીયા, હિરેનભાઈ પટેલ,ચંદુભાઈ સાવલિયા એજન્ડા મુજબ ઠરાવ રજુ કર્યા હતા, કારોબારી સભ્યો ધીરુભાઈ ઠુંમર, વિજયભાઈ સેંજલિયા, વિપુલભાઈ ત્રિવેદી વગેરેએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંડળીના પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ સુરાણી, રામકુભાઇ વાળા, આનંદભાઈ ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. TPEO ભગીરથભાઈ ગોહિલ અને ટીમ ધારીએ રસોડા વિભાગની કામગીરી નિભાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૯૮મી વાર્ષિક સાધારણ સભામાં ૧૬૦૦થી વધુ સભાસદોની ઉપસ્થિતિ, ૫૧ નિવૃત્ત શિક્ષક સભાસદોનું સન્માન
































