પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ દેશમાં ધાર્મિક સ્થળોના તોડી પાડવા અને મતદાર યાદીઓમાં છેડછાડ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશમાં તેમણે આરોપ લગાવ્યો કે દેશભરમાં મસ્જિદો, દરગાહ અને ચર્ચોને નિશાન બનાવીને તોડી પાડવામાં આવી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેમણે દાવો કર્યો કે વિપક્ષી સમર્થકો, ધર્મનિરપેક્ષ વિચારધારા ધરાવતા નાગરિકો અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના મતદારોના નામ મતદાર યાદીમાંથી જાણી જાઈને દૂર કરવામાં આવી રહ્યા છે.મહેબૂબાએ કહ્યું કે ભારતીય મુÂસ્લમો માટે દેખરેખ સમિતિ ૨૯ સપ્ટેમ્બરે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે આ કથિત અતિરેક સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહી છે. આ વિરોધ બપોરે ૨ થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ દેશના તમામ ધર્મનિરપેક્ષ અને બંધારણીય નાગરિકોને વિરોધ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા હાકલ કરી.









































