લાઠી તાલુકાના ભુરખીયા ગામે તળાવના રીસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત આજે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વધુ સારી સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થાય અને પાણીના સંગ્રહ ક્ષમતા વધે તે માટે રૂ. ૩૮.૩૦ લાખના ખર્ચે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. સિંચાઇ યોજનાઓના પુનઃસ્થાપન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ વિકાસને નવી દિશા મળશે. આ તળાવના રીસ્ટોરેશનથી આજુબાજુના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, જેના પરિણામે કૃષિ ઉત્પાદન વધશે.