રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરીયાને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે, આ વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદના કારણે વીજ થાંભલા, વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મરો સહિતના વીજ માળખાને વ્યાપક નુકસાન થયું છે, જેના લીધે અનેક ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણ કે આંશિક રીતે ખોરવાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ ધારાસભ્યએ ઉર્જા મંત્રીને અન્ય જિલ્લાઓમાંથી વીજ વિભાગની વધારાની ટીમો તાત્કાલિક મોકલવા વિનંતી કરી છે. જેથી યુધ્ધના ધોરણે સમારકામ કરી અસરગ્રસ્ત ગામોમાં વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય.






































