જાફરાબાદના ભાડા ગામના યુવક સામે સગીરાને બદકામના ઈરાદે ભગાડી જવાની ફરિયાદ નોંધાઈ હતી. સગીરાની માતાએ ભાડા ગામના સાગરભાઈ સાર્દુળભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની સગીર દીકરીને લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. આ અંગે ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ. પલાસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.