બગસરામાં મોરારીબાપુ દ્વારા ‘મેઘાણી માનસ કથા’નો પ્રારંભ થયો છે. આ કથાના પ્રારંભ પૂર્વે શહેરના શિવાજી ચોકમાં આવેલી મેઘાણીજીની પ્રતિમાને મોરારીબાપુ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સાંસદ પરશોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, રશ્વિનભાઈ ડોડીઆ, અભેસિંહ રાઠોડ સહિતના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ મોરારીબાપુએ કથાસ્થળે પ્રસ્થાન કર્યુ હતુ.










































