બગસરા પંથકમાં ગઈકાલ રાતથી સાંજ સુધીમાં ૧૩૬ મિલીમીટર જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આના લીધે સ્થાનિક નદીઓ અને વોકળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી જગતનો તાત ખુશ છે, પરંતુ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઊડ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે શાક માર્કેટ, કુકાવાવ નાકા અને હોસ્પિટલ રોડ પર ગોઠણસમા પાણી ભરાયા હતા. બગસરા-ડેરી પીપરીયા બાયપાસ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ઘૂસી જતાં લોકો માથા પર ઘરવખરીના પોટલાં લઈને બહાર નીકળવા મજબૂર બન્યા હતા. બીજી તરફ, બગસરાની જીવાદોરી સમાન મૂંજીયાસાર ડેમમાં ૧૪ સ્ઝ્રહ્લ્ પાણીની નવી આવક થતાં, તેની સપાટી ૬ ફૂટથી વધીને ૮.૫૦ ફૂટે પહોંચી છે.










































