પુતળીયા ગામના ગ્રામ પંચાયત સભ્ય વિશાલભાઈ શાંતીભાઈ ધાનાણી પર ગામના સરપંચ જશુબેન સારીખડાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓની રજૂઆત મુજબ, વિશાલભાઈ શાંતીભાઈ ધાનાણી દારૂના નશામાં પંચાયત કચેરીમાં આવી પોતાને સરપંચ કહી લોકો પર ધાકધમકી અને દબાણ કરતા હોવાનું જણાયું છે. સરપંચ અનુસૂચિત જાતિના હોવાને કારણે તેમની સાથે અપમાનજનક વર્તન થતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સરપંચે વધુમાં જણાવ્યું કે ઉલ્લેખિત સભ્ય લાલાવદર ગામમાં જઈ પોતાને સરપંચ તરીકે રજૂ કરી ગેરકાયદેસર હોદ્દાનો ઉપયોગ કરે છે. રજૂઆત સાથે વીડિયો પુરાવા પણ જોડાયા છે. સરપંચે તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક કાનૂની પગલાં લઈ વિશાલભાઈને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.