અમરેલીના પાણીયા ગામથી અમરેલી હાઈવે રોડ ઉપર આવેલી વાડીઓમાંથી ૫૫૦ ફૂટ કેબલ વાયરની ચોરી થઈ હતી. આ અંગે પાણીયા ગામના સુરેશભાઈ કેશુભાઈ સાવલીયા (ઉં.વ.૪૭)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પાણીયા ગામથી અમરેલી હાઇવે રોડ ઉપર આવેલી તેમની વાડીએથી દારથી મકાન સુધી બહાર રાખેલો આશરે ૨૫૦ ફૂટ કેબલ વાયર તથા તેમની બાજુની વાડી ધરાવતા મનસુખભાઈ પોપટભાઈ સાવલીયાની વાડીએથી આશરે ૧૦૦ ફૂટ કેબલ વાયર અને કાંતિભાઈ નાગજીભાઈ સાવલીયાની વાડીએથી આશરે ૨૦૦ ફૂટ જેટલો કેબલ વાયર મળી કુલ ૫૫૦ ફૂટ કેબલ વાયર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયો હતો.