અમરેલી જિલ્લા પોલીસે દારૂડીયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આમ છતાં પોલીસનો ડર રાખ્યા વગર દારૂડીયાઓ દારૂ ઢીંચી આંટાફેરા કરતા હોય છે. અમરેલી જિલ્લામાંથી પોલીસે નશામાં ચૂર થઈને ફરતાં ૧૧ લોકોને વિવિધ જગ્યાએથી ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. ચલાલા હુડકો-૨ હુસેની ચોકમાંથી ૨ લીટર તથા ખાંભાના રાયડી ગામેથી ૨ લીટર મળી કુલ ૪ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.










































