મોહરમના જુલૂસમાં નિયત ધારાધોરણ કરતાં વધુ ઊંચાઈના તાજિયા બનાવવા બદલ ધોરાજી સિટી પોલીસે ૨૦થી વધુ આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. આ મામલો એડિશનલ જ્યુડિશિયલ કોર્ટમાં પહોંચતાં, તાજીયા કમિટીના આગેવાનો વતી એડવોકેટ ચંદુભાઈ પટેલે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી.તેમણે સુપ્રીમ કોર્ટના મહ¥વના ચુકાદા ટાંકીને જણાવ્યું કે પોલીસે કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન કર્યું નથી. આ દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી. કે. બંસલે આક્ષેપો ફગાવીને માત્ર દોઢ કલાકમાં જ આરોપીઓ વિરૂધ્ધની તમામ પોલીસ કાર્યવાહી બંધ કરવાનો ઐતિહાસિક હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ધોરાજીમાં તમામ તહેવારો હંમેશાં કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે.


































