ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા શનિવારે સાંજે સમાજવાડી ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પીજીવીસીએલના અધિકારી રાદડિયા, ખોડલધામ સમિતિ ધોરાજીના ડી. કે. અંટાળા, ઉદ્યોગપતિ તુષારભાઈ, સામાજિક અગ્રણી કિશોરભાઈ રાઠોડ, નિજાનંદ પરિવારના વિરાણીભાઈ સહિત આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કલાકારોએ નવા અને જૂના ફિલ્મી ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. ડી. કે. અંટાળાએ જણાવ્યું કે આ કાર્યક્રમ નોન-પ્રોફેશનલ ગાયકો માટે પોતાની પ્રતિભા રજૂ કરવા ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. કાર્યક્રમના સફળ આયોજનમાં રાજુભાઈ યાદવ, નિલેશભાઈ ભટ્ટી અને જગદીશભાઈ ગામોટ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.




































