ધારીમાં ‘હવે જો વાડીએ ગયો છે તો જીવતો નહીં રહેવા દઈએ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે હંસાબા ભીખુભા ગોહીલ (ઉં.વ. ૬૫)એ રણજીતસિંહ ભીખુભા ગોહીલ, તૃપ્તીબા રણજીતસિંહ ગોહીલ, કિરીટસિંહ ભીખુભા ગોહીલ તથા હેતલબા કિરીટસિંહ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ તથા સાક્ષી પ્રદ્યુમનસિંહ ભીખુભાઈ ગોહીલ પોતાના ઘરે હાજર હતા ત્યારે આ આરોપીઓએ આવીને સાક્ષી પ્રદ્યુમનસિંહને કહ્યું હતું કે, ‘જમીનમાં તેં કોને પૂછીને જુવાર વાવેલ છે?’ તેમ કહી સાક્ષીને આડેધડ શરીરે મૂંઢમાર માર્યો હતો. તેમજ ‘હવે જો વાડીએ ગયો છે તો જીવતો નહીં રહેવા દઈએ’ તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.