ભારત અને એશિયાના સૌથી મોટા ટેકનોલોજી મેળા તરીકે ઓળખાતા ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૫નો આજથી પ્રારંભ થયો. આઇએમસી ૨૦૨૫ ૮ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા સભાને સંબોધન કર્યું.
સભાને સંબોધતા પીએમએ કહ્યું કે દેશની યુવા પેઢી ટેકનોલોજી ક્રાંતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું કે પહેલાં, ભવિષ્યનો અર્થ આગામી સદી અથવા આગામી ૧૦-૨૦ વર્ષ થતો હતો, પરંતુ ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે હવે આપણે કહીએ છીએ, “ભવિષ્ય અહીં અને હમણાં છે.”
મોદીએ કહ્યું, “મેં પ્રદર્શનમાં કેટલાક સ્ટોલની મુલાકાત લીધી, જેનાથી મને ભવિષ્યની ઝલક મળી. આવનારો સમય ટેકનોલોજી ક્ષેત્રોમાં સંપૂર્ણપણે અલગ થવાનો છે, જેમાં ટેલિકોમ કનેકટીવિટી, ૬જી ટેકનોલોજી, સાયબર સુરક્ષા, સેમિકન્ડક્ટર, ડ્રોન-સ્પેસ ટેકનોલોજી, ઊંડા સમુદ્ર અને ગ્રીન-ટેકનો સમાવેશ થાય છે.”
પીએમ મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ભારત ૬ય્ ટેકનોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરશે. ઇન્ટરનેટ સ્પીડના મહત્વ પર પ્રકાશ પાડતા મોદીએ કહ્યું કે ઇન્ટરનેટ સ્પીડ ફક્ત સંખ્યાઓ અને રેન્કિંગ વિશે નથી; સારી ઇન્ટરનેટ સ્પીડ જીવનની સરળતામાં પણ સુધારો કરે છે. તેમણે કહ્યું, “ઇન્ટરનેટ સ્પીડ વધારવાથી કનેક્ટીવિટી સરળ બને છે. ટેકનોલોજીએ સામાન્ય નાગરિકોને એવા અધિકારો મેળવવામાં મદદ કરી છે જે પહેલા મેળવવા મુશ્કેલ હતા, અને ટેલિકોમ સેક્ટરે આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.”
સભાને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે ભારત નેટ પ્રોજેક્ટે ૨૦૦,૦૦૦ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી જાડ્યા છે. મોદીએ કહ્યું કે અટલ ટિંકરિંગ લેબ્સ મિશન દ્વારા ૧૦,૦૦૦ લેબ દ્વારા ૭.૫ મિલિયન બાળકોને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવ્યા છે. પીએમએ વધુમાં જણાવ્યું હતું કે આજે ટેકનિકલ સંસ્થાઓમાં ૧૦૦ યુઝ-કેસ લેબ્સનું લોચિંગ આ વૃદ્ધિને વેગ આપશે.
ઇÂન્ડયા મોબાઇલ કોંગ્રેસ એશિયાનો સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ઇવેન્ટ છે. આ વર્ષે, વિશ્વભરના ઉદ્યોગ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ટેક ઇનોવેટર્સ ભાગ લેશે. ચાર દિવસીય ઇવેન્ટમાં ઓપ્ટીકલ કોમ્યુનિકેશન્સ, સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, ૬ય્ અને છેતરપિંડી જોખમ સૂચકાંકો જેવા મુખ્ય વિષયો પર પ્રદર્શનો અને ચર્ચાઓ યોજાશે.
આઇએમસી ૨૦૨૫ માં ૧૫૦ થી વધુ દેશોના ૧૫૦,૦૦૦ થી વધુ મુલાકાતીઓ અને ૪૦૦ થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ઇવેન્ટમાં ૮૦૦ થી વધુ વક્તાઓ અને ૧૦૦ થી વધુ સત્રો ભાગ લેશે, જેમાં જાપાન, કેનેડા, બ્રિટન, રશિયા, આયર્લેન્ડ અને ઓસ્ટ્રીયા જેવા દેશોના પ્રતિનિધિમંડળોનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટને આંતરરાષ્ટ્રીય સહયોગ તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.










































