દિવેલાના ઊભા પાકમાં ચુસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતોને પગલા લેવા જણાવાયું છે. વાવણી બાદ એક મહિને ૧૦ પિંજર પ્રતિ હેક્ટર પ્રમાણે પીળા ચીણા પિંજર લગાવવા સૂચના અપાઈ છે. ઉપદ્રવ જણાય ત્યારે લીંબોળીનું તેલ અથવા એઝાડિરેક્ટીન દવાનો છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લેકાની તથા બીવેરીયા બેસિયાના ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય છે. તડતડીયા, થ્રિપ્સ, પાન કોરિયા અને સફેદમાખીના નિયંત્રણ માટે ભલામણ કરેલ દવાનો ઉપયોગ કરવા જણાવ્યું છે. દવાનો ઉપયોગ લેબલ મુજબ કરવો તથા વધુ માહિતી માટે નજીકના ખેતી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.