ધારી તાલુકાના દલખાણીયા ગામે મોડી રાતે ગાયનો શિકાર કરતો સિંહ કેમેરામાં કેદ થયો હતો. શિકારની શોધમાં જંગલના રાજાઓ અવારનવાર ગામની મુલાકાત લેતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. સિંહ દ્વારા ગાયનો શિકાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગામ આસપાસ સિંહોની અવરજવર રહેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જાવા મળી રહ્યો છે.





































