લાઠી સબ ડિવિઝનમાં આવતા લાઠી અને બાબરા તાલુકામાં દિવાળી દરમિયાન હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા ઇચ્છુક વેપારીઓને તા.૨૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરવા જણાવાયુ છે. ફટાકડાના વેચાણ સ્થળે રહેણાંક મકાન સહિત અન્ય સ્થળોથી ઓછામાં ઓછું ૫૦ મીટરનું અંતર રાખવાનું રહેશે. અરજદારોએ ફોર્મ એ.ઈ.૦૫માં જરૂરી વિગતો સાથે અરજી કરવાની રહેશે. અરજી સાથે સ્થળનો નકશો, માલિકી અથવા ભાડા હક્કના પુરાવા, રૂ.૯૦૦ની લાયસન્સ ફીની ચલણ નકલ તથા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં નહીં આવે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, લાઠીએ જણાવ્યુ છે.