શહેરમાં પ્રેમી યુવાને પ્રેમિકાની સામે આપઘાત કર્યો છે. યુવાને રાયજીનગર કોમર્શિયલ સેન્ટરના બીજા માળે અÂગ્ન સ્નાન કરીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના ટ્રાન્સ ગ્લોબ ઇન્સ્ટીટ્યૂટમાં ઘટના ઘટી છે. યુવાને પ્રેમિકા સામે જ શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કર્યો હતો. જે બાદ ૩૨ વર્ષીય જાબીર ગુલામઅલી કાદરી નામના યુવકનું મોત થયું છે. મૃતકના પરિવારે પ્રેમિકા અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી.
પ્રેમ પ્રકરણમાં જાબિર કાદરીએ આપઘાત કર્યો પરંતુ યુવકના આપઘાત બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, પ્રેમિકા અને પ્રેમિકાના પતિએ મરવા મજબૂર કર્યો છે. મૃતકના પરિવારે પ્રેમિકા અને પતિ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે. જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાઈ ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
જૂનાગઢ જિલ્લાના વંથલીમાં બીજી ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે પ્રેમ પ્રકરણની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે ચાર શખસોએ બે યુવકો પર હુમલો કરતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. બે દિવસ પહેલા વંથલીના ઝાંપા વિસ્તારમાં ૨૫ વર્ષીય તાજીમ અને તેનો મિત્ર શકીલ જેઠવા હાજર હતા, ત્યારે અચાનક ચાર શખસો તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત તાજીમની સાથે રહેલા શકીલ જેઠવાને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શકીલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.