જાફરાબાદના ટીંબી ગામે મેઇન બજારમાંથી બાઇકની ચોરી થઈ હતી. આ અંગે જુની જીકાદ્રી ગામના યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી. રવિકુમાર વશરામભાઈ સાંખટ (ઉ.વ.૩૨)એ જુની જીકાદ્રી ગામના રમેશભાઈ પ્રેમજીભાઈ જોગદીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ટીંબી મેઇન બજારમાં ખોજા જમાતખાનાની સામે રોડની સાઈડમાં તેણે બાઇક પાર્ક કરી હતી. આરોપી પાર્ક કરેલી બાઈક ચોરીને નાસી ગયો હતો. બાઇકની કિંમત રૂ. ૩૦ હજાર જાહેર થઈ હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.










































