અમરેલી શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક મહિલાને પોલીસ ફરિયાદના સાક્ષીમાંથી નીકળી જવા ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે કૈલાશબેન વિનુભાઈ કરડ (ઉ.વ.૪૫)એ મેરામભાઈ જીણાભાઈ વાઘોશી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ જે એપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં અગાઉ મિતલભાઈ કગથરા સાથે માથાકૂટ કરી તેને માર માર્યો હતો. તેમણે આ બધું નજરે જોયું હતું અને પોલીસ ફરિયાદમાં આ બાબતે સાક્ષી બન્યા હતા. તેમને ફરિયાદમાંથી સાક્ષી તરીકે નીકળી જવા ગર્ભિત ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસબી સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.