મતિરાળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા સ્વૈચ્છિક બ્લડ ડોનેશન દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ દિલીપભાઈ ચાવડા, ગામના આગેવાન ભરતભાઈ બારડ, પ્રા. આ. કે. મતિરાળાના મેડિકલ ઓફિસર ડો. એસ. એચ. પરવાડીયા, ધર્મેશભાઈ વાળા, રિઝવાનભાઈ ખોજા, નિલેશભાઈ સોલંકી, પ્રિયાબેન પરમાર દ્વારા આ કેમ્પ વિશે માહિતી આપવામાં આવી હતી. લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.