દામનગર સ્થિત એમ.સી. મહેતા હાઈસ્કૂલ ખાતે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો પ્રારંભ એડવોકેટ ઈતેશ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં વિદ્યાર્થીઓને પોક્સો (POCSO) અને એન્ટી રેગિંગ અંગેની મહત્વપૂર્ણ કાનૂની માહિતી આપવામાં આવી હતી, તેમજ વર્તમાન સમયના સાયબર ગુનાઓ વિશે પણ ઊંડી સમજણ આપી હતી. આ કાનૂની શિબિરમાં એમ.સી. મહેતા હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.










































