અમરેલી શહેરમાં હનુમાનપરા રોડ પર આવેલ રેલવે ફાટક નં. ૨૦ પર આર.સી.સી. બોક્સ અને એપ્રોચ રોડનું કામ શરૂ થતા વાહનવ્યવહાર માટે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. વૈકલ્પિક રૂટ-૧ મુજબ લાઠી-અમરેલી રોડ પર રીલાયન્સ ટ્રેન્ડ્સ અને સ્માર્ટ બજાર વચ્ચેના મોહનનગર રસ્તેથી હનુમાનપરા તરફ જવાનું રહેશે. રૂટ-૨ મુજબ અમરેલી બાયપાસ પર રોયલ ઇન્ફીલ્ડ શોરૂમ પાસેથી હનુમાનપરા રોડ પર પહોંચવાનું રહેશે. આ જાહેરનામું ૧૮ ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.









































