સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે અંબુજા ફાઉન્ડેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધકડા અને એસ. ઓ.એસ. હોસ્પિટલ આસરાણા દ્વારા સંયુક્ત રીતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડો. યશ પટેલ (ઓર્થો), ડો. યોગેશ કાતરીયા (મેડિસિન), ડો. સંદીપ સોલંકી (સર્જિકલ), ડો. સંજય ભૂત (ગાયનેક), ડો. જીજ્ઞાશા વાઘ (ડેન્ટલ) તથા ન‹સગ સ્ટાફે સેવાઓ આપી હતી. પગ-શરીરના દુઃખાવા, ડાયાબિટીસ, બીપી, થાયરોઇડ, સ્ત્રીરોગો અને દાંતની સારવાર સહિતની તપાસ થઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધકડાની ટીમે દવાઓની વ્યવસ્થા કરી હતી જેમાં કુલ ૧૪૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને અંબુજા ફાઉન્ડેશન, પી યુ ૩૮ ટીમ, સ્થાનિક શાળા અને ગામના આગેવાનોનો સહકાર મળ્યો હતો.