સનદી અધિકારીઓ તથા મેડિકલ ઓફિસરોના ખોટા રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો બનાવવાના કેસમાં અમરેલીના ચીફ જયુડી. મેજી. એસ.આર. વકાલીયાએ એડવોકેટ રામભાઈ ભીખાભાઈ કમાણી, જયેશભાઈ મનસુખભાઈ માવદીયા, મનીષભાઈ દેવરાજભાઈ ભદ્રેશ્વરા તથા નિલેશભાઈ ગોકળભાઈ પરમારને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામે તા. ૮-૧-૨૦૦૫ના કલાક ૨૧.૧૫ પહેલા અમરેલી મુકામે ખોટા બનાવટી સ્ટેમ્પ બનાવી કાવતરૂ રચ્યાનો આરોપ હતો, જે અંગે સી.આઈ.ડી. ક્રાઈમ રાજકોટ ઝોન પોલીસ સ્ટેશનમાં ભારતીય ફોજદારી સંહિતા હેઠળ ફરીયાદ નોંધાઈ હતી. પોલીસ અધિકારી એમ.એ. ખોખરેએ તપાસ કરી ચાર્જશીટ કર્યા બાદ ફોજદારી કેસ નં. ૩૫૨/૨૦૦૫ પડેલો હતો. કેસ દરમિયાન ઘણા સાક્ષીઓ તપાસવામાં આવ્યા, પરંતુ ફરીયાદ પક્ષ આરોપો સાબીત કરી શક્યો નહીં. આરોપીઓ તરફે સીનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી, હરનીલ ત્રિવેદી, જે.પી. ત્રિવેદી, ટી.એસ. ઘોણે અને એસ.પી. પંડયા રોકાયેલા હતા.






































