સાવરકુંડલાના ખડસલી ગામે લીમડાની ડાળી સાથે સાડીના કટકા વડે યુવકે ગળાફાંસો ખાતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે ભાવેશભાઈ બીજલભાઈ જોગરાણા (ઉં.વ.૩૨)એ જાહેર કરેલી વિગત મુજબ, ભરતભાઈ બીજલભાઈ જોગરાણા (ઉં.વ.૩૫)એ કોઈ અગમ્ય કારણોસર લોકશાળા ખડસલીના વિદ્યાર્થી વનની પાછળ બેકડ વિસ્તારમાં લીમડાની ડાળીએ સાડીના કટકા વડે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આર. બી. મારૂ વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































