દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં આગામી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છેઆ અભિયાન અંતર્ગત બી.આર.સી. ભવન, કુંકાવાવ ખાતે તાલુકાકક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહી સ્પર્ધક બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિકસિત ભારત જ્ર ૨૦૪૭, ગગનયાન મિશન, ચંદ્રયાન-૩ મિશન અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિનો પરિચય કરાવ્યો હતો. ચિત્ર સ્પર્ધામાં બાળકોએ વિવિધ વિષયો પર આકર્ષક ચિત્રો દોર્યા હતા, જ્યારે વકૃત્વ સ્પર્ધામાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ બાળકોની સર્જનાત્મકતા અને પ્રતિભાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ તથા રાષ્ટ્રભાવના કેળવવી જરૂરી છે.કાર્યક્રમમાં કુંકાવાવ તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, વિવિધ શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






































