કથીવદર ચાંચ ખેરા ગામના મીઠાના આગર વિસ્તારમાંથી ૧૪૬૫ મીટર કેબલ વાયરની ચોરી અંગે મહુવામાં રહેતા સંજય આધ્યપ્રસાદ પાંડેય (ઉ.વ.૫૫) સામે ફરિયાદ નોંધાવી હતી. જી.એચ.સી.એલ. લિમીટેડ યુનીટ નં.(૨) અને (૪) ના કથીવદર ચાંચ ખેરા ગામના મીઠાના આગર વિસ્તારમાં આશરે ૧૪૬૫ મીટર કેબલની ચોરી થઈ હતી. જેની કુલ કિંમત રૂ.૫૫,૦૦૦ જાહેર થઈ હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી વી પંડ્‌યા વધુ તપાસ કરી રહ્યા છે.