કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી અને આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સાથે સાથે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કુલ ૭૦ કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કચ્છના લોડાઈ ગામે પાણીપૂરી ખાતા ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે અને આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન વધુ ૩૪ કેસ આવતા તંત્ર દોડતું થયું છે, આરોગ્ય વિભાગના ચોપડે કુલ કેસનો આંક ૭૦ પર પહોંચ્યો છે અને ગામ લોકોના મતે ૧૦૦થી વધુ લોકો બીમારીની ઝપેટમાં આવ્યા હોવાનું અનુમાન છે, આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ઘરે-ઘરે સરવે હાથ ધરાયો છે. ગામમાં પાણીપુરી ખાધા બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, સાંજના સમયે લારી પર પાણીપુરીનો આનંદ માણ્યા બાદ ૫૦થી વધુ લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી હતી.
આરોગ્ય વિભાગે પાણીપુરીની લારીઓ પર પણ તપાસ શરૂ કરી છે, સાથે સાથે જે લોકોની તબિયત લથડી છે તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જે દર્દીની તબિયત સુધારા પર હતી તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે સરવે કરવામાં આવ્યો છે તેમાં ગ્રામજનો દ્વારા પણ સહકારઆપવામાં આવી રહ્યો છે, ત્યારે જાવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગની ટીમ પાણીપુરીના વિક્રેતાઓને દંડ ફટકારે છે કે પછી અન્ય કોઈ પગલા ભરે છે.
ઉનાળાના દિવસોમાં ખાદ્યપદાર્થો તરત જ બગડી જવાની સંભાવના હોય છે. ગરમીને કારણે ખાદીપદાર્થોમાં બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ, ઝેરી તત્વો વધી જાય છે ત્યારે કોઈપણ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ થાય છે. સાદી ભાષામાં સમજીએ તો ખરાબ ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. ખોરાક કેવી રીતે બગડે છે તે કેવી રીતે રાંધવામાં આવે છે અને તેમાં શું ઉમેરવામાં આવ્યું છે તેના પર આધાર રાખે છે. તે રસોઈ દરમિયાન પણ બગડી શકે છે. એટલું જ નહીં ઉનાળાના દિવસોમાં ખાદ્યપદાર્થો તરત જ બગડી જાય છે.