અમરેલી જિલ્લામાંથી પોલીસે બે અલગ-અલગ સ્થળેથી ૧૧ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સાવરકુંડલાના ભોંકરવા ગામેથી ૭ અને બગસરાના મોટા મુંજીયાસર ગામેથી ૪ જુગારીઓ પોલીસ ઝપટે ચડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૩૬,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બગસરાના મોટા મુંજીયાસર ગામેથી રોહિતભાઈ જોરૂભાઈ માથાસુળીયા, ભાવેશભાઈ રમણિકભાઈ માથાસુળીયા, વિપુલભાઈ રવજીભાઈ વાઘેલા તથા છગનભાઈ ધારસીભાઈ માથાસુળીયા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૨,૧૫૦ સાથે ઝડપાયા હતા.જ્યારે સાવરકુંડલાના ભોંકરવા ગામેથી ભરતભાઈ વાસુરભાઈ જાદવ, મધુભાઈ હમીરભાઈ મોરી, વાસુરભાઈ રાઘાભાઈ જાદવ, કાનાભાઈ પીઠાભાઈ મોરી, દાનુભાઈ જીવાભાઈ મોરી, મુકેશભાઈ લાલજીભાઈ સોલંકી તથા કાળુભાઈ ભગુભાઈ સૈડા તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ. ૨૪,૬૦૦ સાથે ઝડપાયા હતા.










































