અમરેલીમાં સમાધાનના રૂપિયા માંગ્યાનો ખાર રાખી એક મહિલાને ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી અપાઈ હતી.આ અંગે આશાબેન અમિતભાઇ પંચાળા (ઉ.વ.૨૨)એ ભારતીબેન મુનાભાઇ પંચાળા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આશાબેનના પતિ વિરુદ્ધ ભારતીબેનની દિકરીએ ફરિયાદ નોંધાવી હતી, જેથી તેઓ જેલમાં હતા. આ કેસમાં સમાધાન કરવા માટે આરોપી ભારતીબેન રૂપિયાની માંગણી કરતા હતા, પરંતુ આશાબેન રૂપિયા આપવા માંગતા નહોતા. જે બાબતનો ખાર રાખી આરોપીએ આશાબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ બનાવને કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. બી. માર આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.