અમરેલીના રાજકમલ ચોકમાં પાપાંકુશા એકાદશીના પાવન દિવસે મહિલા ઉત્થાન મંડળની બહેનો દ્વારા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. કોઈ પણ ભેદભાવ વિના લોકોએ આદરપૂર્વક રોપા મેળવ્યા, જ્યારે નગરના પ્રબુધ્ધ નાગરિકોએ બહેનોની નિઃસ્વાર્થ સેવાભાવનાને બિરદાવી. સંત આશારામજી બાપુ દ્વારા શરૂ કરાયેલા “વૃંદા અભિયાન” હેઠળ રોપા સાથે તુલસીના ઉપયોગની પત્રિકા પણ અપાઈ. મહિલાઓને “ઋષિ પ્રસાદ” સામયિકનો સુપ્રસવ વિશેષાંક ભેટ અપાયો. વલ્લભીપુર આશ્રમના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.







































