અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી ખાસ રાહત પેકેજ અને યોગ્ય વળતર આપવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ, ૪ જુલાઈ ૨૦૨૬થી પડેલા અતિભારે વરસાદને કારણે ખેતરો, પશુધન અને મકાનોને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત વેપારીઓની દુકાનોમાં પાણી ભરાવાથી માલસામાન અને ઈંટોના ભઠ્ઠાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ગ્રામ્ય રસ્તાઓ, નાળા અને પુલિયાઓનું પણ ધોવાણ થયું હોવાથી તેને સત્વરે રિપેર કરવા માંગણી કરાઈ છે.









































