ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કારધામ ખાતે સર્વ નિદાન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ દાંત અને આંખના રોગોની તપાસ કરાવી લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન દાંતના રોગોની તપાસ અને સારવાર તેમજ આંખોની તપાસ કરવામાં આવી હતી. આંખના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.કેમ્પ દરમિયાન દાંતના રોગોની તપાસ અને સારવાર તેમજ આંખોની તપાસ કરવામાં આવી હતી. આંખના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગાયત્રી સંસ્કારધામના વડા સંત ડા. રતિદાદાના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.








































