અમરેલીમાં એસ.ટી. નિગમ પાસેથી અકસ્માત વળતર મેળવવા બોગસ દસ્તાવેજો રજૂ કરવાના ચકચારી કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. આર. વકાલીયાની કોર્ટે એડવોકેટ અને ડાક્ટર સહિતના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ ૨૦૦૨માં અકસ્માત ન થયો હોવા છતાં ખોટા કાગળોના આધારે રૂ. ૧ લાખના વળતરનો દાવો કરવા બદલ અરજદાર કાંતિભાઈ બુંધેલીયા, વકીલ રામભાઈ કમાણી અને ડા. બાબુભાઈ પીપળીયા સામે છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધાયો હતો. જોકે, ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બચાવ પક્ષના સીનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી, એચ.એમ. રાઠોડ, અને બી.પી.કુઝારીયાની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો મહત્વનો આદેશ કર્યો હતો.






































