અમરેલીમાં એક રાજકીય આગેવાન અને સામાજિક આગેવાન વચ્ચે હુતુતુતું થતા દિવસ ભર ચર્ચાએ જોર પકડ્‌યું હતું. મળતી માહિતી મુજબ અમરેલીના એક સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન વચ્ચે કોઈ કારણોસર ફોનમાં બોલાચાલી થઈ હતી, ત્યારબાદ વાતચીત ઉગ્ર બનતા સામાજિક આગેવાન દ્વારા અપશબ્દો પણ બોલાયા હતા. જ્યારે આ બાબતે રાજકીય આગેવાને સોશિયલ મીડિયાના મારફતથી પોસ્ટ મૂકવાની વાત કરતા સામાજિક આગેવાને સમાધાન માટે દોડધામ કરી મૂકી હતી.ત્યારબાદ આ રાજકીય આગેવાનને સમજાવવા માટે ધમ પછાડા કર્યા હતા અને આખરે મહા મુસીબતે પહેલા આગેવાન સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મુકવા માટે સંમત થયા હતા. હવે જોવાનું એ રહ્યું છે કે આ સામાજિક આગેવાને એવા તે ક્યા કામો કર્યા છે કે એને કોઈની ધમકીથી ડરી જવું પડ્‌યું અને દોડાદોડી કરવી પડી. આ ઘટનાની જાણ લોકોને થતા દિવસભર શહેરમાં આ વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને એવી તે કઈ પોસ્ટ છે અથવા તો એવી શું ઘટના બની છે તે જાણવા લોકોએ એકબીજાને ફોન પણ કર્યા હતા.