અમરેલી મીની કસ્બા વિસ્મોતારમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા અમરભાઈ મહેબુબભાઈ કશીરી (ઉ.વ.૩૮) બસ સ્ટેન્ડ ખાતેથી ગત તારીખ ૨૧ જૂન,ના રોજ બપોરે ૧ કાળા કલરની બાઇક પાર્ક કરી પોતાના કામે ગયા હતા, અને સાંજે ૬ વાગ્યે તે પરત ફર્યા ત્યારે બાઇક પાર્ક કરેલી જગ્યા પરથી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયાની ફરિયાદ અમરેલી પોલીસમાં લખવી હતી.ફરિયાદના આધારે સીટી પી.આઇ. એમ.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી પોલીસે લાઠી તાલુકાના ચાવંડ ગામે કારકોલીયા રોડ પર રહેતા વલકુ બાવકુભાઈ વેગડ (ઉ.વ.૫૨) નામના શખ્સની રૂપિયા ૧૦ હજારની કિંમતની ચોરાયેલી બાઇક સાથે ધરપકડ કરી છે.