લાઠીના સરકારી પીપળવા ગામે રહેતા રીંકલેબન ભાવીનભાઈ નાગલા (ઉ.વ.૨૬)એ નયનાબેન કાળુભાઈ પરમાર તથા કાળુભાઈ ગોવિંદભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ઘર પાસે બહાર બજારમાં પોતાની દીકરીને સુવડાવતા હોય તે દરમિયાન નયનાબેન પરમાર આવી તેમને તથા તેના સાસુને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. જ્યારે કાળુભાઈ પરમારે લાકડી લઇ આવી જેમ ફાવે તેમ ગાળો આપી સાહેદને શરીરે ડાબા ગાલે એક લાફો માર્યો હતો તેમજ વાંસાના ભાગે લાકડીનો એક ઘા માર્યો હતો. આ સમયે તેઓ વચ્ચે પડતા તેમને જમણા ગાલે એક લાફો માર્યો હતો તથા વાંસાના ભાગે એક થપાટ મારીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.