રાજયના હવામાન વિભાગ દ્વારા અમરેલીને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જા કે છેલ્લાં ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોને આંશિક રાહત થઈ છે. વરસાદે વિરામ લેતા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યુ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં ફરી કાળા ડીબાંગ વાદળો છવાયા છે. જેમાં આજે વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે. વરસાદે વિરામ લેતા જિલ્લાવાસીઓ ભારે ગરમીનો સામનો કરી રહ્યાં છે.