જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડે ખેરાલુ ખાતે યોજાયેલા ડાયરાના મંચ પરથી મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી નિવેદન આપ્યું છે. ખવડે જણાવ્યું હતું કે જા લોકપ્રિય લોકગાયક જીગ્નેશ કવિરાજ આવનારી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે તો તેઓ પોતે પ્રચારમાં સક્રિય ભાગ લેશે.
દેવાયત ખવડે વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, જીગ્નેશ કવિરાજ કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડે, હું તેમના માટે પ્રચાર કરીશ. સમાજ માટે જે અવાજ ઉઠાવે છે, તેને મારો સહકાર હંમેશા રહેશે.
ડાયરામાં હાજર રહેલા લોકોએ ખવડના આ નિવેદનને ભારે તાળીઓ સાથે આવકાર્યું હતું. તેમના આ શબ્દોને રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ સંકેત તરીકે જાવામાં આવી રહ્યા છે. ખવડના નિવેદનથી ખેરાલુ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકીય માહોલમાં ચર્ચા તેજ બની છે.
ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ લોક સાહિત્ય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે. ત્યારે જીગ્નેશ કવિરાજ પણ યુવા વર્ગમાં વિશાળ લોકપ્રિયતા ધરાવે છે. ખવડના આ ખુલ્લા સમર્થનથી આવનારી ચૂંટણીમાં નવી રાજકીય સમીકરણો સર્જાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.









































