અમરેલી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી, નીતિનભાઈ ત્રિવેદીએ, મુખ્યમંત્રીને એક પત્ર લખીને લીલીયા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને જમીન ધોવાણની સહાય આપવાની માંગ કરી હતી. ગયા ચોમાસામાં લીલીયા તાલુકાના બધા જ ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં જમીનનું મોટા પાયે ધોવાણ થયું હતું.
ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને તેમને જીવન ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અગાઉ, ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દૂધાતે ખેડૂતો સાથે મળીને રજૂઆત કરી હતી, જેના પરિણામે લીલીયાના લગભગ ૧૦ ગામોને સરકાર તરફથી સહાય મંજૂર કરવામાં આવી હતી. આ નુકસાન ફકત ૧૦ ગામોમાંજ નહી પરતું તાલુકાના ૩૭ ગામોમાં થયું છે.
તેથી, તેમણે પત્ર દ્વારા વિનંતી કરી છે કે તમામ ૩૭ ગામોના ખેડૂતોને તાત્કાલિક ધોવાણ સહાય આપવામાં આવે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો તેમણે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.




































