રાજુલાના કુંડલીયાળા ગામમાં ૨૭ વર્ષ સુધી અવિરત શિક્ષણસેવા આપનાર શિક્ષક દંપતીને ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા યાદગાર વિદાય અપાઈ હતી. વતનમાં બદલી થતાં વિદાય લઈ રહેલા આ પ્રિય શિક્ષકો માટે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. વિદાયની આ ક્ષણોમાં અનેક વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા. ગામના આગેવાનોએ તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી. ઢોલ-શરણાઈના સૂર સાથે યોજાયેલા સન્માનથી ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો અને સૌએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.





































