રશિયાના આર્ખાંગેલ્સ્ક ખાતે યોજાયેલા ત્રણ-દિવસીય આંતરરાષ્ટ્રીય યુવા સેમિનારમાં ભારતના યુવા નેતા અને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ૈંઝ્રછ) યુથ કમિટીના ચેરમેન હર્ષ સંઘાણીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સેમિનારમાં તેમણે સહકાર, વિકાસ અને એકતા જેવા મુદ્દાઓ પર ભારતીય યુવાનોની ક્ષમતા અને યોગદાન વિશે વાત કરી હતી. હર્ષ સંઘાણીએ જણાવ્યું કે, “સમગ્ર વિશ્વ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે શાંતિ અને વિકાસ માટે સહકારી અને યુવા પ્રવૃત્તિનું યોગદાન અત્યંત જરૂરી છે.” તેમણે વૈશ્વિક મુદ્દાઓની છણાવટ કરીને ભારતીય યુવા વિચારોને વિશ્વ સમક્ષ રજૂ કર્યા અને પોતાના નેતૃત્વનો પરિચય આપ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય મંચ પર હર્ષ સંઘાણી ઉપરાંત આર્ખાંગેલ્સ્ક પ્રાંતના ગવર્નર એલેક્ઝાન્ડર, સેન્ટ્રોસોયુઝ ઓફ ધ રશિયન ફેડરેશનના પ્રમુખ દિમિત્રી ઝુબોવ અને રશિયન સ્ટેટ દુમાના યુવાનિતિ સમિતિના ઉપાધ્યક્ષ એલેક્ઝાન્ડર રોમાનોવિચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.