ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી સેકન્ડરી સ્કોલરશીપ પરીક્ષામાં મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થિની ધ્વનિ કમલેશભાઈ ભટ્ટ અમરેલી જિલ્લામાં પ્રથમ અને રાજયમાં રરમાં ક્રમે ક્વોલિફાય થયા છે. જેથી શાળાના આચાર્ય અશ્વિનભાઈ સોલંકી, પાલિકા પ્રમુખ ઈન્દુભાઈ ખીમસુરીયા, રાજુભાઈ ગીડા, શિક્ષણ સમિતિના ચેરમેન ઠુંમર સહિતનાઓએ વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવ્યા છે.